ટંકારા : ટંકારા તાલુકાના ગામડાઓમા બિન જરૃરી અવરજવર પર અંકુશ રાખવા ડિ.વાઈ.એસ.પી. એફ. આઈ. પઠાણની અધ્યક્ષતામાં તમામ સરપંચો સાથે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ટોળે બેસી અને ગલીમા ગપ્પા મારતા લોકોને સમજાવી ઘરમાં મોકલવા સુચન કર્યું હતું. તેમજ બહારથી આવતા લોકોને ચેકઅપ કરવા માટે લગત તંત્રને જાણ કરવા અપીલ કરી હતી સાથોસાથ જો કોઈ વ્યક્તિ આગેવાનનુ ન માને તો પોલીસને જાણ કરી એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહીની વાત કરી હતી. આ સાથે તમામ સરપંચો અને આગેવાનો એ પણ ખાત્રી આપી હતી કે તમામ જરૃરી સુચનાનુ પાલન સખતાઈથી થશે. ટંકારા મહીલા ફોજદાર એલ. બી. બગડા અને ટીમ જે રીતે લોક ડાઉનનુ પાલન કરાવે છે. તેમા સહયોગી થવાની પણ ખાતરી આપી હતી. આ તકે તાલુકા પંચાયતના અધ્યક્ષ ભુપત ગોધાણી, અશોક સંધાણી, ધર્મેન્દ્ર ત્રિવેદી, રશિક દુબરીયા, ફિરોઝભાઈ, દિનેશ વાધરિયા, કનુભા તેમજ નેકનામ, ભુતકોટડા, લખધીરગઢ, ખિજડીયા, સરાયા, નેસડા સહિતના ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.