આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત સંગઠન માટે તૈયારીઓ શરૂ ટંકારા : તાજેતરમાં ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંયોજકોની મિટિંગ મળી હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દિનેશ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી મિટિંગમાં સંગઠનને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પ્રજાના મિત્ર બની તેઓની તમામ સમસ્યા દુર કરવા સાથે રહી કરેલા કાર્ય તેમજ ગામડાના વિકાસમાં આપેલા યોગદાન બદલ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોંગ્રેસે જે રીતે સંગઠત્મક મજબૂતી જાળવી રાખી છે એવી જ રીતે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે અત્યારથી લાગી જવાની હાકલ કરી હતી. ગરીબ, શોષિત, પીડિત અને વંચિત લોકોને કઈ રીતે ખરા સમયે પડખે ઉભા રહી મદદ કરી છે એની માહિતી પક્ષના પ્રમુખ ભુપત ગોધાણીએ આપી હતી. પુરની સ્થિતી કે રોડ-રસ્તા બાબતે સ્થાનિકોની સમસ્યા દૂર કરવા અને ખેડુતોના હક્કની લડાઈને ઉજાગર કરી તેઓને ટેકો આપવા તથા વિદ્યાર્થીઓ તેમજ મહીલાઓ માટે કોંગ્રેસ દ્વારા કરાયેલ પરિણામલક્ષી કામોનો ઉલ્લેખ કરી આ કર્યોનો પ્રચાર-પ્રસાર લોકો સુધી પહોંચાડવા માટે તેઓએ જણાવ્યું હતું. આ તકે સંગઠનના રમેશભાઈ રાઠોડ, ભુતભાઈ સહિત પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.