ટંકારા : ટંકારાના હડમતીયા-લજાઈ રોડ પર નાના બાળકો અને નવયુવકો દ્વારા તળાવને કાંઠે ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ જયારે સિરામિક યુનિટો અને સંસ્થાઓ દ્વારા પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું છે, ત્યારે હડમતીયાના નાના ભુલકાઓ તેમજ નવયુવાનો દ્વારા અલગ જ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રેમીઓનેે નવો રાહ ચિંધ્યો છે. લજાઈ ચોકડીથી હડમતીયા રોડ પર જયાં ઔદ્યોગિક એરિયાની આજુબાજુમાં સરકારી ખરાબામાં તળાવના કાંઠે વરસતા વરસાદની વચ્ચે બાળકો તેમજ નવયુવાનો દ્વારા ઔષધીય વૃક્ષો જેવા કે આમળા, બહેડા, હરડે, પુત્ર જીવિક, અરીઠા, વિકળો, શતાવરી, અશ્વગંધા, ઉમળો, અરડુસી, ગિરીપુષ્પ, સેતુર જેવી ઔષધિના 60 જેટલા રોપાનું રોપણ કર્યું હતું. સાથે ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, રાજકોટ દ્વારા પીંજરા આપવામાં આવ્યા હતા. આ વૃક્ષો ફરતે ફેન્સીંગ કરી કાયમ તળાવમાંથી પાણી મળી રહે અને વૃક્ષોનું જતન થાય અને સમાજ જીવનમાં આ ઔષધિઓ જરૂરતમંદોને આસાનીથી મળી રહે અને પર્યાવરણનું પણ જતન થાય તે હેતુથી વૃક્ષારોપણ કર્યુ હતું, એવું પીન્ટુભાઇ મેરજાએ જણાવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne