મોરબી:મતદાન જન જાગૃતિના ભાગરૂપે તથા મતદારો નિર્ભયપણે મતદાન કરે તથા મતદાનની ટકાવારી ઉંચી જાય તેવુ મતદારોને માર્ગદર્શન આપવાના ઉદેશ સાથે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આઇ.કે પટેલે મોરબી તાલુકાના નાની વાવડી,પંચાસર તેમજ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામોની મુલાકાત લીધી હતી. આ તકે મતદાનમાં પ્રથમવાર ઉપયોગમાં લેવાનાર વીવીપેટ વોટીંગ મશીનનું નિદર્શન કરી લોકોને મત આપવા અંગે જાણકારી પણ અપાઇ હતી. આ મુલકાતમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, ૬૬ ટંકારા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટરશ્રી ચેતન ગણાત્રા તથા મોરબી મામલતદારશ્રી ધોળુ સાથે રહયા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='13816,13817,13818']