ટંકારા:ટંકારામાં બે મુસ્લિમ પરિવાર વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળ્યા મુજબ ગઈકાલે કલ્યાણપર સીમમાં રોડ ઉપર જુલેખાબેન ઉસ્માનભાઇ ઉર્ફ ગનીભાઇ હાજીભાઇ મેસાણીયા ઉ.૪૨ રહે ટંકારા ઝમઝમનગર શેરી નં.૩ તા.ટંકારાવાળા તેમના જેઠની વાડીએ કામ કરતા હતા ત્યારે તેમના જ કુટુંબીજનો દ્વારા ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. વધુમાં જુલેખાબેન અને તેમના જેઠ હયાતભાઇની વાડીએ કામ કરતા હોય તે વખતે આસરે બારેક વાગ્યના સુમારે આ કામના આરોપીઓ હુસેનભાઇ કારાભાઇ મેસાણીયા, મહેબુબભાઇ કારાભાઇ, રસુલભાઇ કારાભાઇ, મરીયમબેન કારાભાઇ, નસીમબેન મહેબુબભાઇ રહે બધા ટંકારાવાળાઓએ તેમના જેઠને અહીંથી નીકળી જાવ તેમ કહી ફરી. તથા સાહેદોને ગાળો આપવા લાગેલ તથા પછાડી દઇ મુઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરતા આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. ઘટના અંગે પી.જે.પરમાર પો.હેડ.કોન્સ.ટંકારા તપાસ ચલાવી રહ્યા છે.