રાજસ્થાનનો કાળી મજૂરી કરીને પેટિયું રળતો પરિવાર રાશનથી વંચિત : અનેક ધક્કા ખાવા છતાં કોઈએ દાદ ન આપી ટંકારા : કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ ભુખમરા કે કુપોષણનો શિકાર ન થાય એવા ઉમદા હેતુથી અન્ન બ્રમ યોજના હેઠળ સામાન્ય અને જરૂરિયાતમંદ પરીવાર જે રેશનકાર્ડ વિહોણા કે ઘર બાર વિહોણા હોય તેને કોરોનાવાયરસની મહામારીને પગલે રાશન આપવાનો આદેશ હોવા છતાં ટંકારાના ભુતકોટડા ગામે રાજસ્થાનના અજમેર જિલ્લાના બિથાવરના રૂડાભાઈ ગણેશભાઈનો પરિવાર પાણા તોડી કુવા ગાળવા માટે ગુજરાત આવ્યા બાદ હાલની સ્થિતિમાં કફોડી હાલતમા જીવી રહયો છે. આ યોજનાના ખરા અર્થમાં લાભાર્થી હોવા છતાં પણ લગત તંત્રના પાપે હજુ સુધી આ પરીવારને રાશનનો એક દાણો પણ મળ્યો નથી જેથી તંત્ર તાકીદે આવા ખરા લાભાર્થીને ગોતી લાભ આપે એવી માંગ ઉઠી છે આની સાથે ટંકારા મામલતદાર કચેરીમાથી ચોકવનારી વિગતો બહાર આવી છે જેમા આ અન્ન બ્રહ્મ યોજનાને અહી અન્ન ભ્રમ કરી દીધી છે ચાલુ માસે તંત્ર દ્વારા 104 લાભાર્થીને રાશન આપ્યું છે એ બધાજ ટંકારા મિતાણા અને છતર ગામના કાકા બાપાના હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે સવાલ એ છે કે શુ ટંકારાના અન્ય ગામોમા કોઈ જરૂરીયાતમંદ પરીવાર છેજ નહીં? આ લાભાર્થીના નામ કોણે અને કેવી રીતે મંગાવ્યા અને તપાસ કરી મોકલ્યા? જે હાલમાં પણ ખરા લાભાર્થી છે એનુ શુ? આમા નામદાર કોર્ટના આદેશના પાલન નુ શુ? સહીતના અનેક સવાલો ઉભા થયા છે ત્યારે ઈમાનદાર અને ઉચ્ચ અધિકારી આ અંગે તટસ્થ તપાસ કરે તો અનેકના તપેલા ચડી જાય અને જરૂરીયાતમંદને રાશન નો લાભ પણ મળી જાય. જે ટંકારા તથા તેના તાલુકામા ખરા હકદાર હોવા છતાં લાંબો હાથ ધરી માંગીને નિર્વાહ કરી રહા છે જે માત્ર તંત્રની આળશ અને નીતિના પાપે લાભથી વંચિત રહ્યા છે આ સમગ્ર બાબતે જીલ્લા પુરવઠા અધિકારી નો ટેલિફોનની સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આવા લાભાર્થીની ફરી એક યાદી તૈયાર કરી સંસ્થાનો સહયોગ મેળવી તેને લાભ અપાવવાની વાત કરી હતી.