ટંકારા : ટંકારા મામલતદાર પી.એન. ગોરે ટંકારાવાસીઓને અપીલ કરીને ભાર દેશની નાગરિક સુરક્ષા દળ (Civil Defence)માં જોડાવવા માટે સ્વયંસેવકોને આમંત્રણ પાઠવ્યું છે.ટંકારા મામલતદાર પી.એન. ગોરે જણાવ્યું છે કે, આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે દરેક નાગરિકનું યોગદાન અમૂલ્ય છે. સૌએ સામૂહિક રીતે આગળ વધીને દેશની સેવા કરવાનો સમય આવી ગયો છે. તેથી તમામ ઉત્સાહી અને દેશભક્ત નાગરિકો કે જેઓ 18 વર્ષ અને તેથી ઉપરના છે તેમણે સ્વયંસેવક તરીકે જોડાવવું જોઈએ. જેના માટે ગામડાઓ અને શહેરોમાં જાગૃતિ ફેલાવીએ, બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર અને તબીબી સહાય, આગ ઓલવવામાં મદદ, સંચાર અને પરિવહન વ્યવસ્થા જાળવવી, આશ્રયસ્થાનોનું સંચાલન, સમુદાયને આપત્તિઓ માટે તૈયાર કરવો, બચાવ પ્રવૃત્તિ સંબંધિત કામગીરી કરી દેશ સેવા કરી શકાય. જો કોઈપણ વ્યક્તિ નાગરિક સુરક્ષા દળમાં જોડાવવા ઈચ્છુક હોય તો તેમણે ફોર્મ ભરી ક્યાં ક્ષેત્રમાં યોગદાન આપવા માગો છો તેની માહિતી ટંકારા મામલતદાર કચેરીએ પહોંચાડવાની રહેશે. ફોર્મ સાથે કોઈપણ એક આધાર પુરાવાની નકલ જોડવાની રહેશે.