લજાઈ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ : મામલતદારને સામાન્ય ઇજા ટંકારા : ટંકારાના મામલતદાર પરિવાર સાથે કારમા જતા હતા તે વેળાએ લજાઈ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. કાર ડીવાઈડર સાથે અથડાતા મામલતદારને પણ સમાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા મામલતદારનો પરિવાર રાજકોટથી કારમાં પરત ફરી રહ્યો હતો. આ વેળાએ કાર ચલાવતા ડ્રાઇવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારને પણ નુકશાન પહોંચ્યું હતું. ઉપરાંત મામલતદારને સમાન્ય ઇજાઓ પહોંચી હતી. આ વેળાએ મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ત્યાંથી પસાર થતા તેઓએ ઇજાગ્રસ્ત મામલતદારને ટંકારાની હોસ્પિટલમાં ખસેડયા હતા.