ટંકારા ન્યુ વિઝન સ્કૂલ દ્વારા શૈલેષ સાગપરિયાની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ ટંકારા : ટંકારા ના ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનો ટંકારા ન્યુ વિઝન સ્કૂલ ખાતે આગામી તા. ૬ ને બુધવારે સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે જેમાં આજની વાર્તા ફેઈમ જાણીતા મોટિવેશન સ્પીકર શૈલેષ સાગપરિયા ખાસ હાજર રહેશે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાની ન્યુ વિઝન સ્કૂલ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનો સન્માનવા તા. ૬ જુન ને બુધવારના રોજ જય..હો.. સિદ્ધિ સન્માન અને પ્રેરણા પાથેય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહમાં આજની વાર્તા ફેઈમ શૈલેષ સાગપરિયા ખાસ પ્રેરક હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની સાથે જોમ જુસ્સો વધારશે તો વિદ્યાર્થી વાલીઓએ આ કાર્યક્રમનો લાભ લેવા શાળા સંચાલકોની યાદીમાં જણાવાયું છે.