ટંકારા : ખૂબ અઘરી માનવામાં આવતી પ્રખરતા શોધ કસોટીમાં ૨૬મો રેન્ક મેળવી ટંકારાના વિદ્યાર્થીએ ટંકારાનું નામ રોશન કર્યું છે. ટંકારા એમ પી દોશી વિધાલય પ્રખરતા શોધ કસોટીમાં પણ પ્રથમ ક્રમાંકે રહી હતી.અતિ કઠીન માનવામાં આવતી આ પરીક્ષામાં ભુભરીયા કેવલે 26મો રેન્ક મેળવયો હતો. મોરબી જીલ્લામા કુલ 9 છાત્રો આ કઠિન કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા. પ્રખરતા શોધ કસોટીમાં રાજ્યના પ્રથમ 1000 વિદ્યાર્થીની યાદીમાં મોરબી જિલ્લાના 9 વિદ્યાર્થી પાસ થયા હતા. આ કસોટીમાં ગ્રાન્ટેડ શાળાના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે . જેમા 26માં રેન્ક ઉપર એમ.પી.દોશી વિદ્યાલય ટંકારાનો ભુભરીયા કેવલ 99.62 PR સાથે જ્યારે 29મા રેન્ક ઉપર દોશી એન્ડ ડાભી હાઈસ્કૂલ, મોરબીનો મોરડીયા ધ્રુવીલ 99.43 PR સાથે પાસ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાને પાછળ રાખી અર્ધ સરકારી શાળાઓએ ફરી આ લેવલની કસોટીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઉપર સમગ્ર જિલ્લામાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ગત વર્ષેની બોર્ડની પરીક્ષામાં પણ સમગ્ર જીલ્લામાં એમ.પી.દોશી વિધાલય અવલ નંબરે રહી હતી.