મોરબી : રાજ્યમંત્રી વાસણભાઇ અહિરે ટંકારાની મુલાકાત લઈને લતીપર ચોકડી પાસે આવેલી ચાની કેબીન પર આહીર સમાજ અને નગરજનો સાથે સંવાદ કરી હળવી પળો માણી હતી. મુળ રતનાલ ગામના અને હાલ ટંકારા રહેતા અરજણભાઈ આહિરના ટેલિફોનિક આમંત્રણને માન આપી રાજય સરકારના મંત્રી વાસણભાઈ આહિરે ટંકારા હોલ્ટ કરી લતીપર ચોકડી પાસે ની ચા ની કેબીન પર આહીર સમાજ તેમજ નગરજનો સાથે બાકડે બેસી સુખ દુઃખ ના સમાચાર પુછ્યા હતા. આહિર સમાજના ભાઈઓ અને ટંકારા ના નગરજનો સાથે વાસણભાઇ આહીરે સંવાદ કરી માહીતી ની આપ લે કરી હતી. સામાન્ય જનતા જેવી મંત્રીની જીવનશૈલી થી લોકો પ્રભાવિત થયા હતા અરજણભાઈ. જયદીપ જાની, ગઢવી રણજીત સહીતના એ મંત્રી વાસણભાઈને ઋષિ ની જન્મભૂમિ પર ઉમંગભેર આવકાર્યા હતા