ટંકારા : ટંકારા તાલુકામા એમ. પી. દોશી હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જેમાં કોમર્સમાં કટારીયા ધ્વનિએ 99.24 PR અને આર્ટ્સમાં ઝાલા મહિપાલસિહએ 98.91 PR સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ બંને વિધાથીઓ સામાન્ય પરિવારના છે અને સામાન્ય પરિવારના આ બન્ને વિધાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહમાં અસામાન્ય સિદ્ધિ મેળવીને સ્કૂલ તથા પરિવારનું નામ રોશન કર્યું છે. માર્ચ ૨૦૧૯માં લેવાયેલી બોર્ડની HSC પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું જેમાં ટંકારા તાલુકાએ કાઠું કાઢ્યું હોય તેમ મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો કેન્દ્રમાં આર્ટસ અને કોમર્સમાં એમ.પી. દોશી વિદ્યાલયની વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જેમા પ્રથમ ક્રમે કટારીયા ધ્વનિ એચ. બીજા ક્રમે ઝાલા મહિપાલ સિહ ત્રિજો ક્રમ પાટીદાર પુત્ર ગોધાણી હર્ષ રમેશભાઈએ મેળવી શાળા અને પરીવારનુ નામ રોશન કર્યું છે.