ટંકારા : હાલમાં કોરોનાના પ્રકોપ વચ્ચે કોરોના સામે રક્ષણ આપવા માટે કોવિડ વેકસીનેશનની જોરદાર ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે ટંકારા એડવોકેટ એન્ડ નોટરી બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ કાયદાના તજજ્ઞ ધારાશાસ્ત્રી રમેશભાઈ ભાગિયાએ કોરોના રસીકરણ ઝુંબેશને વેનવંતી બનાવવા આજે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મુકાવી હતી અને તેઓએ કોરોનાનો પ્રથમ ડોઝ લઈને નાગરિકોને વારો આવે ત્યારે અચૂકપણે કોરોના વેકસીનેશન કરાવવાની અપીલ કરી હતી.