ટંકારા : ટંકારાના ગામ ધણી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નવાવર્ષની શરૂઆત નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન ખુલ્લા મુક્યા હતા. જયા હજારો હરી ભક્તો એ દર્શનનો લાભ લિધો હતો અને પ્રસાદ પણ આરોગી ધન્યતા અનુભવી હતી. ટંકારા મધ્યમા બિરાજતા અને ગ઼ામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ દર્શન કરવામા આવ્યા હતા. જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ મિઠાઇ અને પ્રસાદ ઠાકોરજીના સન્મુખ ધરવામાં આવ્યા હતા. ટંકારા સહીત રાજકોટ મોરબી અમદાવાદ વાકાનેર જામનગર મુબઈ સહીત દેશ આખામાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધાર્યા હતા અને અન્નકુટ દર્શનનો લાભ લિધો હતો ટંકારામા અગ્યારસ થી દિવાળી શરૂ થાય છે જેમા નોબત ની સુરાવલી ની પંરપરા આજે પણ જાળવી રાખી છે વહેલી સવારે અને ઢળતી સાજે સંરણાઈના સુરથી મંદીરનુ પરીસર ભક્તિસભર બની જાય છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='12765,12766,12767']