મૃતદેહની બાજુમાં ઝેરી દવાની બોટલ મળી હોવાથી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં પોલીસ અને ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોચી દોડી આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ભીમનાથ મંદિર યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોચી હતી અને મૃતક યુવાનની તપાસી લેતા તેના ખિસ્સામાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું હતું જેના પરથી મૃતક યુવાન ચાચાપરનો અમિત મનસુખભાઈ ભાલોડીયા હોવાનું જાણવા મળ્યું હતું.તો મૃતદેહની બાજુમાંથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. પોલીસે તપાસ ચલાવી છે.