ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સરપંચ દ્વારા દલિત વિસ્તારમાં બનાવેલ પાણીનો સંપ અને ટાંકી જાણી જોઈ ચાલુ કરવામાં ન આવતા આ મામલે ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ઊર્મિલાબેન મસોતે ઉચકક્ષાએ રજુઆત કરી છે. ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ઊર્મિલાબેન પંકજભાઈ મસોતે ગ્રામપંચાયતનો કાન આમળતા જણાવ્યુ કે..૬ /૭ લાખ વાપર્યા છતા તેનો સદપયોગ કેમ નથી થતો...? ટંકારા તાલુકાના લજાઈ ગામમાં છેલ્લા અેક વર્ષથી પાણીની ટાકી અને સંપ દલિત વિસ્તારમાં બનાવેલ છે પણ આ વિસ્તારને સરપંચ અોરમાયુ વર્તન કરતા હોય તેમ ટાકી કે સંપ ન ભરતા હોવાથી પશુઓના અવાળા અને ધોબી ઘાટમાં પાણીની સગવળ જ નથી અને હંમેશા પાણીની રામાયણ થતી રહે છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે દલિત આગેવાનોઅે પણ સરપંચને વારંવાર કહેવા છતા સરપંચ અાંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યુ છે. બાર મહિનાથી ટાકી અને સંપ પાણી ભર્યા વિના જ ધુળ ખાય રહ્યા છે ત્યારે રહેવાસીઓ તથા દલિત સામાજીક આગેવાન દિલિપભાઈ મકવાણાઅે પણ વારંવાર રજુઆત કરવા છતા તંત્રની ઉંઘ ઉડતી નથી જો થયેલ કામનો સદ ઉપયોગના જ કરવો હોય તો સરકારના આશરે છ સાત લાખ રૂપીયા વેડફી નાખવાનો કોઈ મતલબ જ રહેતો નથી તેવુ ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ઊર્મિલાબેન પંકજભાઈ મસોતે અંતમાં જણાવ્યુ હતું