ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ચોકડી પાસે આવેલ મેગાડોટ પોલીપેક કારખાનામાં કામ કરતા સુમનકુમાર સીતારામ મંડલનામના શ્રમિકે કારખાનાની ઓરડીમા અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.