ઠંડી પડવાનું શરૂ થતાં જ તસ્કરો મેદાને ! ટંકારા : શિયાળો જામતા ઇ ઠંડી પડવાની શરૂ થઈ છે અને આ સાથે જ નિશાચરો સક્રિય બન્યા છે ત્યારે ગતમધ્યરાત્રીના ટંકારાના નાના ખીજડિયામાં ત્રણ તસ્કરો ત્રાટકતા જાગૃત નાગરિકે બુમાં-બુમ કરી મુક્ત તસ્કરો મૂઠીઓ વાળી નાસી છૂટ્યા હતા. જાણવા મળ્યા મુજબ ગઈકાલની રાતે બે વાગ્યે નાના ખીજડિયા ગામે ચોર ત્રાટકયા હતા બરાબર આ જ સમયે ચૌહાણ મહેશભાઇ અમરસિહભાઈના ઊપરના રુમ ઊપર ત્રણ જણા ધરની બહાર ધીમી-ધીમી વાતો કરતા હતા ત્યારે મહેશભાઈ એ સુજ-બુજ દેખાડી રાડો પાડવા માડ્યા હતા અને તુરત જ ગામ લોકો એકઠા થઈ ગયા હતા. આમ, ગ્રામજનો જાગૃત બની એકત્રિત થવા લાગતા આ ત્રણેય ચોર મૂઠીઓ વાળી નાસી ગયા હતા. જો કે આ મામલે હજુ સુધી પોલીસને જાણ કરાઈ નથી. o