સગીરાના પિતાને ત્રણ અપહરણકારોએ મારમાર્યો ટંકારા : આજે વહેલી સવારે ટંકારના કલ્યાણપર ગામે આદિવાસી ખેત મજૂર સગીરાનું અપહરણ કરી ત્રણ શખ્સોએ સગીરાના પિતાને ઢોર માર મારતા સનસનાટી મચી ગઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ના કલ્યાણપર ગામે કિરીટ પટેલ ની વાડી મા ખેત મજૂરી કામ કરતા કુકાભાઈ પટેલીયા આદીવાસી ની 14 વર્ષ ની છોકરી સુનીતા ને ત્રણ અજાણ્યા શખ્સો આજે સવારે અપહરણ કરી ગયા હતા. અપહરણ કરનારા ત્રણેય શખ્સો સામે પિતા કારૂભાઈ એ હાથાપાઈ કરી બચાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પિતા ને બળુકા આરોપી એ માર મારી નાસી ગયા હતા બનાવ અંગે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ધટના મા કોઈ જાણ ભેદુ હોય તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.