પાણીના વહેણમાં પુલ ઉપર ગાબડા પડી ગયા ટંકારા : ટંકારા તાલુકામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસવાને લીધે ટંકારા - ધ્રોલને જોડતા હાઇવે પર આવેલ ખાખરા પુલ પર પાણી ફરી વળતા ટંકારા પોલીસે લતિપર ચોકડીએ બેરીકેટ લગાવી જામનગર તરફનો ટ્રાફિક બંધ કરાવ્યો હતો. જો કે આજે ખાખરા પુલ પરથી પાણી ઓસરતા ટંકારા જામનગર હાઇવે ફરી શરૂ કરાયો છે. ગઇકાલે ભારે વરસાદના કારણે ખાખરા પુલ પર વાહનોની અવરજવર બંધ કરાવ્યા બાદ આજે ટંકારાથી ધ્રોલ હાઈવે ઉપર આવેલ ખાખરા પાસેના આજી નદી ઉપરના પુલ પરથી પાણી ઓસરી જતા વાહન-વ્યવહાર પુર્વવત કરવામાં આવ્યો છે. જો કે પાણીના સતત વહેણના લીધે પુલ ઉપર ગાબડા પડી ગયા છે. અને ભયંકર ખાનાખરાબી સર્જાઇ છે. ધસમસતા પાણીના પ્રવાહે પુલની બંને સાઈડ અને રોડ પરથી પોપડા ઉખાડી ફેંકી દીધા છે. 11 કેવી વિજ લાઇનના પોલ પણ પાણીમાં તણાઈ ગયા છે. ત્યારે મોરબી હાઈવે ઓથોરિટી આજે સવારે અહી પહોંચી નુકસાનીનું આકલન કર્યુ હતું અને પુલની હાલતની ચકાસી સમારકામની કામગીરી કરવા સૂચન કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..