ટંકારા : ગોઝારા ભુંકપમાં નુકશાન પામેલી શાળાઓનું નવનિર્માણ કરવા પ્રોજેકટ હાથ ધરનાર લાઈફ લિંક્સ દ્વારા ૧૦૮ શાળાના નવીનીકરણ પૈકી ટંકારા તાલુકાના જબલપુર ગામે ૭૬ મી શાળાનું લોકાર્પણ બ્રિટિશ ડે.હાઈકમિશ્નરની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ગામનું દરેક બાળક સરકારી શાળામાં જ ભણે તેવા ઉમદા ભાવ સાથે બાળકોની કેળવણી કરતા ટંકારના જબલપુર ગામે ભૂકંપમાં શાળા ધરાશયી થઈ જતા પ્રોજેકટ લાઈફ, સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવનાત યુકે પ્રાથમિક શાળા દ્વારા જબલપુર ગામમાં સુવિધા સભર શાળા બનાવી ૨૭ જાન્યુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનાત વણિક એસોસિએશન ઓફ યુકેના પ્રમુખ ધીરુભાઈ ગલાણી, બ્રિટિશ ડે.હાઈકમિશ્નર જ્યોફ્વેન, સંસ્થાના સેક્રેટરી અમિત લાઠીયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે, હાસ્યકલાકાર સાંઈરામ દવે, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ગોધાણી, સહિતના હાજર રહ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='17813,17814,17815']