મોરબી : ટંકારાના જાગૃત પત્રકાર જયેશભાઈ ભટાસણાનો આજે જન્મદિવસ છે. ખેડૂતપુત્ર જયેશભાઇ ચોથીજાગીરના જાગતલ પ્રહરી હોવાની સાથે - સાથે સેવાકાર્ય માટે હંમેશા જાગૃત રહે છે અને આજે પણ જાત મહેનતે ખેતીવાડી કરી વટ ભેર પોતાનો વડીલો પાર્જિત વ્યવસાયને જાળવી રાખ્યો છે. કવિ હદયના જયેશભાઇ શિઘ્ર શાયર પણ છે અને તેમના મુખેથી ક્ષણવાર તીરની જેમ છૂટતા વાક્યો એટલા તો ધારદાર હોય છે કે લાગુ પડતું હોય તેને શબ્દનો માર વાગ્યા વગર રહેતો નથી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આજના દિવસે ટંકારામાં આભ ફાટયા જેવી પરિસ્થિતિમાં વહીવટી તંત્રની સાથે ખભેખભા મિલાવી નીચાણવાળા વિસ્તારોમાં બચાવ રાહત કામગીરી અને ફૂડપેકેટની વ્યવસ્થા કરી કુદરતી આફતમાં ફસાયેલ લોકોની મદદ કરી જન્મદિવસ સેવા રૂપે ઉજવ્યો હતો. માં શક્તિની ભક્તિમાં લીન રહી સદાય જાગૃત બની લોકો માટે લડતા રહેતા જયેશભાઇ ફેસબુક લાઈવ માટે પણ ખૂબ જ જાણીતા છે અને તેમનો ચાહકવર્ગ હંમેશા તેમના લાઈવનો ઇન્તજાર કરતા હોય છે ત્યારે આજના શુભ દિવસે જયેશ જલ્દીથી ફેસબુક પર લાઈવ થાય તેના ઈન્તજારમાં ચાહકો, મિત્રો, સ્નેહીજનો તરફથી જન્મદિવસની ખુબખુબ શુભકામનાઓ જયેશના મોબાઈલ 8141208873 ઉપર મળી રહી છે.