Tankara: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની હાઈસ્કૂલનું ધોરણ 10માં 86.95 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ છે જ્યારે ટંકારા કેન્દ્રનું 90.30 ટકા પરિણામ છે. ત્યારે હરબટીયાળી હાઈસ્કૂલ ટંકારા કેન્દ્રમાં પરિણામમાં ચોથા નંબરે રહી છે.શાળાની વિદ્યાર્થિની માનસી વાઘેલાએ 600માંથી 492 માર્ક્સ સાથે 87.83 PR મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. ત્યારબાદ ધ્રુસ્ટી ભાગીયાએ 86.94 PR, વિશ્વ દુબરીયાએ 83.39 PR, પ્રિયાંશી ઝાપડાએ 82.63 PR, રાધા સંગાડાએ 81.35 PR, ધ્રુતિ ભાગીયાએ 77.36 PR, સાહિન રાજાએ 76.74 PR, જેનિશ નડીયાપરાએ 73.22 PR, પ્રથમ મકવાણાએ 68.02 PR અને ગાયત્રી ઝાપડાએ 64.47 PR મેળવ્યા છે.ધોરણ10ની પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.જે. મુછારાએ અભિનંદન પાઠવ્યા છે.