સરકારીશાળાના કથળતા શિક્ષણ વચ્ચે અેમ.અેમ.ગાંધી વિધાલય ટંકારા તાલુકામા બીજા ક્રમે ટંકારા : સેલ્ફફાઈનાન્સ સ્કુલોના જયારે રાફડા ફાટ્યા છે ત્યારે સરકારીશાળાના કથળતા શિક્ષણ વચ્ચે ટંકારા તાલુકાના હડમતિયા ગામની ગ્રાન્ટેડ સરકારી શાળા અેમ.અેમ.ગાંધી વિધાલયે ટંકારા તાલુકામા SSC બોર્ડનું પરિણામ બીજા ક્રમે રહેતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. માધ્યમિકશાળાના આચાર્યશ્રી અઘારા સાહેબ તેમજ ટીચર સ્ટાફે વિધાર્થીઅોને અભિનંદન પાઠવ્યા છે. ટંકારા તાલુકાની શાળા વિકાસ સંકુલના સંયોજક દ્વારા મળતા ગ્રાન્ટેડ સરકારીશાળાઅોના આંકડા જોઈઅે તો નીચે મુજબ પરિણામની ટકાવારી દર્શાવેલ છે * અોરપેટ કન્યા વિધાલય ટંકારા- 86% * અેમ.અેમ.ગાંધી વિધાલય હડમતિયા - 80% * કણસાગરા હાઈસ્કુલ નસીતપર - 75% * અેમ.ડી.વિધાલય ટંકારા - 61% * નેકનામ માધ્યમિકશાળા - 50% * છતર સરકારી માધ્યમિકશાળા - 50% * અેમ.પી.દોશી વિધાલય ટંકારા - 46% * નેસડા હાઈસ્કુલ - 45% * સ.વ.પ.હાઈસ્કુલ બંગાવડી - 44% * દેવદયા માધ્યમિકશાળા લજાઈ - 34% * સાવડી હાઈસ્કુલ - 30% * બહુચર વિધાલય મિતાણા - 20% * હરબટીયાળી હાઈસ્કુલ - 00%