ટંકારા : ટંકારા ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટ આજથી શરૂ કરવામાં આવી છે. વેપારીઓએ ગાહકોને પેડાં ખવડાવી બોણી કરી હતી. ટંકારા ગ્રામ પંચાયત દ્વારા જુની શાકમાર્કેટને નવિનીકરણ કર્યા બાદ જાહેરમા ડ્રો કરી થડા વિતરણ કરવામાં આવ્યું હતું. શાક માર્કેટના થડાનો ડ્રો ટંકારાના સરપંચ શ્રીમતી નિશાબેન ડી. ત્રિવેદી, પંચાયત મંત્રી દિવ્યેશભાઈ રાજકોટીયા, સરલાબેન ભાગીયા હાજરીમા યોજ્યો હતો. જે દરમિયાન ટંકારાના આગેવાનો, શાકભાજીના વેપારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ નવી માર્કેટમા 24 થડાના બદલે 36 થડાઓ છે. થડાઓની નીચે શાકભાજી તથા અન્ય માલ-સામાન રહે તેવી સુવિધા કરવામાં આવી છે. શાકમાર્કેટના નવીનીકરણથી નરકાગાર જેવી જૂની માર્કેટમાથી વેપારી અને ખરીદી માટે આવતા નગરજનોને રાહત મળી છે. તેમજ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.