ટંકારામાં 16 કરોડના ઘઉં ખરીદી કૌભાંડનો આક્ષેપ: ભારતીય કિસાન સંઘ દ્વારા નિગમને રજૂઆતગોડાઉનોમાં સંગ્રહિત ઘઉંની ગુણવત્તાની લેબોરેટરીમાં તપાસ કરવા માંગ: ગેરરીતિ સાબિત થાય તો એજન્સીઓનું પેમેન્ટ અટકાવવા અપીલટંકારા (મોરબી અપડેટ) : ટંકારા તાલુકામાં સરકાર દ્વારા ટેકાના ભાવે (MSP) ખરીદવામાં આવેલા ઘઉંની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડ મામલે આકરા પગલાં લેવામાં આવ્યા છે. મોરબી નાગરિક પુરવઠા નિગમ એક્શન મોડમાં આવ્યું છે અને જવાબદાર અધિકારીઓની બદલી અને બરતરફીનો દોર શરૂ કરવામાં આવ્યો છે.નાગરિક પુરવઠા નિગમમાં હડકંપ, બદલી અને બરતરફીઆ કૌભાંડની બૂમ ઉઠતા જ મોરબી જિલ્લા નાગરિક પુરવઠા નિગમમાં દોડધામ મચી ગઈ છે અને કલેક્ટરની નોંધ બાદ આકરા પગલાં લેવાના શરૂ થઈ ગયા છે.20 ઓગસ્ટ 2026 ના રોજ નાયબ જિલ્લા મેનેજરે ટંકારા ગોડાઉનમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ઓપરેટર મનીષ આર. ગેડિયાને ફરજ પરથી તાત્કાલિક બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે RMS 2026-27 અંતર્ગત ઘઉંની ખરીદીમાં ઓપરેટરે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં નિષ્ફળતા દાખવી છે અને ફરજ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે.આ ઉપરાંત જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બે ગોડાઉન મેનેજરોની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં માળિયાના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર મહેશ આર. રાઠવાની ટંકારા ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર તરીકે અને ટંકારાના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ઉલ્પા જે. ભાડેશિઆની માળિયા ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે. ઘઉં ખરીદી કૌભાંડના આક્ષેપો અને તેને પગલે લેવાયેલા તાત્કાલિક પગલાંને કારણે મોરબી જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.ટંકારા તાલુકામાં સરકાર દ્વારા ટેકાના ભાવે (MSP) ખરીદવામાં આવેલા ઘઉંની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડ થયા હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. આશરે 16 કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની ખરીદીમાં ગ્રેડિંગ અને ગુણવત્તા ચકાસણી યોગ્ય રીતે ન થઈ હોવાની રજૂઆત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડિરેક્ટરને કરવામાં આવી છે.કિસાન સંઘના આક્ષેપોભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લા મહામંત્રી નાથાલાલ ઢેઢી, ઉપ-પ્રમુખ આશિષકુમાર કગથરા અને પ્રમુખ બાબુલાલ સીણોજીયા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ટંકારામાં ઘઉંની ખરીદી દરમિયાન ગ્રેડિંગ એજન્સીએ સરકારની ગાઈડલાઈન મુજબ ટેકનિકલ સાધનોનો ઉપયોગ કર્યા વગર અધિકારીઓની રહેમરાહે ખોટા ગ્રેડિંગ રિપોર્ટ બનાવ્યા છે. એક ખેડૂતના 83 બારદાન ભરાયા હોવા છતાં તેને પેમેન્ટ ચૂકવવામાં ન આવતા આ સમગ્ર ભોપાળું સામે આવ્યું છે.ટંકારા તાલુકામાં આશરે 1,23,723 બારદાન (61,86,150 કિલોગ્રામ) ઘઉંની અંદાજે 15.99 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી ખરીદી થઈ છે. આ ખરીદી ટંકારા, લજાઈ અને કલ્યાણપર એમ ત્રણ અલગ-અલગ જગ્યાએ થઈ હતી, પરંતુ ત્રણેય સેન્ટરનું ગ્રેડિંગ અને બિલિંગ માત્ર ટંકારા ગોડાઉનેથી જ થતું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કિસાન સંઘે કર્યો છે.કિસાન સંઘની માંગણીઓ* ટંકારાના તમામ ગોડાઉનોમાં સંગ્રહિત ઘઉંનું સ્થળ પર ચેકિંગ કરી, માન્ય લેબોરેટરીમાં ગુણવત્તા પરીક્ષણ કરાવવામાં આવે.* ગ્રેડિંગ, વજન કાંટાના રેકોર્ડ, ખરીદી રજીસ્ટર અને ચુકવણી સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ થાય.* જો ઘઉં નબળી ગુણવત્તાના હોવા છતાં ખરીદાયા હોય તો એજન્સીઓનું પેમેન્ટ તાત્કાલિક અટકાવવામાં આવે અને જો પેમેન્ટ થઈ ગયું હોય તો તેની કાયદેસર વસૂલાત કરવામાં આવે.* બેદરકારી દાખવનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે વિભાગીય અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.#Morbi #MorbiNews #MorbiUpdate #Tankara #WheatProcurement #ScamAlert #FarmersIssue #BhartiyaKisanSangh #GSCSCL #GujaratFarmers