ટંકારા : ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજાએ આજે પોતાની પ્રથમ લગ્ન વર્ષ ગાંઠ પ્રસંગે ગરીબ બાળકોને ભરપેટ ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી. ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ટંકારા વિધાર્થી અેકતા સંગઠનના ઉપપ્રમુખ ગૌતમભાઈ વલમજીભાઈ વામજા પોતાના જન્મદિવસ પર વૃક્ષો વાવી અને સમાજને પ્રેરણારૂપ કામગીરી કરી હતી તો તા-૬/૨/૨૦૧૭ ના રોજ પીપડી ગામના રમેશભાઈ ધરમશીભાઈની દીકરી કોમલમબેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાયાના આજે અેક વર્ષ પુર્ણ થતા પ્રથમ લગ્નની વર્ષગાઠ નિમિતે તેના માતા દયાબેન પિતા વલમજીભાઈ સાસુ જયોત્સનાબેન સસરા રમેશભાઈ જેઠલોજા અને બન્ને પરીવારના વડીલોએ આશિર્વાદ આપ્યા હતા અને લગ્નની વર્ષગાંઠે ગરીબ પરીવારના બાળકોને ભોજન જમાડીને અનોખી ઉજવણી કરી હતી. આમ ગૌતમભાઈ તેમજ તેમના જીનસંગિનીઅે ગરિબ બાળકો સાથે લગ્ન વર્ષ ગાંઠ ઉજવી સમાજને નવો રાહ ચિંધ્યો હતો.