મુખ્ય બજારમાં ટ્રાફિક પ્રશ્ન નિવારવા કડક પગલાં ટંકારા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આજે ટંકારા પોલીસે શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકાથી મેઈન બજાર દયાનંદ સરસ્વતી ચોક અને દવાખાના રોડ ઉપર ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી બી. ડી. પરમાર, મહિલા ફોજદાર ગોંડલિયાએ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. જેમા લુખ્ખા તત્વો અને ફટફટિયું લઈને સ્ટાઈલ મારતા લવરમૂછિયાના વાહન ડિટેઈન કર્યા હતા. સાથે - સાથે બજારોમા આડેધડ પાર્ક થતાં વાહનના ચાલકોને કડક સૂચના આપી નડતર ન થાય એમ વાહનો રાખવા જણાવ્યું હતું. તદ્ઉપરાંત,નાઈટ પેટ્રોલીંગ અને નવા પોઇન્ટનો વધારો કર્યો છે. તેનાથી શહેરીજનો સંતોષ છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરી હતી સાથે ટંકારામા શાંતિ અને સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે તેનો અહેસાસ પણ કરાવ્યો હતો.