ટંકારા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ ૨૩,૨૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ટંકારાના નસીતપર ગામે જાહેરમાં તીનપત્તિ રમતા પાંચ શખ્સોને દબોચી લીધા હતા. તેમજ ટંકારા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ ૨૩,૨૯૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટંકારા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન ટંકારાના નસીતપર ગામના પાદરમા ખુલ્લી જગ્યામા કેટલાક શખ્સો પૈસા પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે તે સ્થળ ઉપર દોરડો પાડયો હતો.પોલીસે આ જાહેર જગ્યામાં જુગાર રમતા આરોપીઓ ઇબ્રાહીમભાઈ ગુલાબભાઈ ચૌહાણ, તૌફીકભાઈ ઇબ્રાહીમભાઈ ચૌહાણ, ઇલીયાસભાઈ આમદભાઈ સોઢા, સલીમભાઈ આમદભાઈ સોઢા, હબીબભાઈ મુબારકભાઈ ભટ્ટીને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ ૨૩,૨૯૦ ના મુદ્દામાલ સાથે પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.