સવાર સાંજ કલાકો સુધી પુજા પાઠ કરતો અને બીજી તરફ ઘરે રાક્ષસથી પણ બદતર કૃત્યો કરતો હોવાનું ખુલ્યું ટંકારા : ટંકારાના હાઇવે ઉપરના ગામમાં સગી દિકરી ઉપર છેલ્લા 5 વર્ષથી દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને પોલીસે દબોચી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મંજુર થયા છે. આ શખ્સ દરરોજ કલાકો સુધી પૂજા પાઠ પણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાઇવે ઉપરના ગામે પેટ્રોલીંગ કરી રહ્યો ગતો. એ દરમિયાન ગભરાટ સાથે 18 વર્ષની સગીરાએ પોલીસ પાસે આવી પોતાને ધરે નથી ગમતું મને અહીંથી લઈ જાવની ફરિયાદ કરતા ટંકારા પોલીસે ગંભીરતાથી મોરબી સખી વન સ્ટોપનો સંપર્ક કરી તેને કાઉન્સિલ અર્થે મોકલી આપી હતી એ દરમિયાન જાણવા મળ્યું કે સગીરાનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી શરીર અભડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હતો. જેને પગલે પોલીસે ટંકારા પોલીસે ગુનો દાખલ કરી નરાધમ શખ્સને પકડી પાડી મોરબી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મંજુર થયા છે. બીજી તરફ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નિત્ય સવાર સાંજ કલાકો સુધી પુજા પાઠ કરતો અને ઘરે એકલતાનો લાભ લઈ સગી દીકરીના શરીરને અભડાવતો હતો. હાલ આ મામલે ટંકારા ફોજદાર એચ.આર. હેરભા, રાઈટર જીતુભાઇ, ખાલિદ ખાન રફિકખાન સહિતના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.