મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુહિમથી પ્રેરિત થઈ છેલ્લા 3 વર્ષથી કેમિકલમુક્ત ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરતા ટંકારાના ખેડૂતટંકારા: ધરતી માતાને રાસાયણિક ખાતરોના ઉપયોગમાંથી મુક્ત કરવા અને માનવજાતને નીરોગી સ્વાસ્થ્ય આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ‘સૌના સાથ અને સૌના સહકારથી સારું ખાવું અને સારું ખવડાવવું’ ના સંકલ્પ સાથે મોરબીમાં રહેતા અને મૂળ ટંકારા તાલુકાના જબલપુર ગામના વતની મણિભાઈ ગડારાએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સામૂહિક ખેતીનો એક નવો જ ચીલો ચાતર્યો છે. છેલ્લા 3 વર્ષથી તેઓ રસાયણ આધારિત ખેતી મૂકીને સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી સમૂહ ખેતીનો સુંદર વિચાર સાકાર કરી રહ્યા છે.શુદ્ધ તેલ, દૂધ અને શાકભાજીનું ઉત્પાદનમણિભાઈ ગડારાના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે રીતે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપી રહ્યા છે, તેનાથી પ્રેરિત થઈને તેઓએ આ વિશેષ મોડલ ઊભું કર્યું છે, જેમાં અનેક ખેડૂતો ઉત્સાહભેર જોડાયા છે. તેઓ કોઈ પણ રાસાયણિક દવા કે ખાતરના ઉપયોગ વિના શાકભાજી અને મગફળી જેવા રોકડીયા પાકનું શુદ્ધ ઉત્પાદન મેળવે છે. આ મગફળીમાંથી શુદ્ધ તેલ કાઢીને સૌપ્રથમ સમૂહ ખેતીના તમામ સભ્યોને પૂરું પાડવામાં આવે છે અને વધેલો જથ્થો અન્ય લોકોના સારા સ્વાસ્થ્ય માટે વેચાણ કરવામાં આવે છે.ગૌશાળાના માધ્યમથી કુદરતી ખાતરનો ઉપયોગપ્રાકૃતિક કૃષિના પાયા સમાન ગૌમાતાના જતન માટે તેઓ એક ગૌશાળા પણ ચલાવે છે. આ ગૌશાળાના શુદ્ધ દૂધનું વિતરણ સૌપ્રથમ સમૂહ ખેતીમાં જોડાયેલા સભ્યોના ઘરે-ઘરે અને ત્યારબાદ અન્ય નાગરિકોને કરવામાં આવે છે. ગૌશાળાની ગાયોના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત તેમજ બીજામૃત જેવા પ્રાકૃતિક ખેતીના અમૂલ્ય ઘટકો તૈયાર કરી ખેતરમાં જ તેનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને શાકભાજીની ખેતીમાં સામૂહિક ધોરણે કરાયેલો આ નવતર પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે, જેના લીધે અનેક પરિવારોને રોજેરોજ તાજા અને કેમિકલમુક્ત શાકભાજી ઘરઆંગણે સરળતાથી મળી રહે છે. મોરબી પંથકમાં મણિભાઈ ગડારા અને તેમના સહયોગીઓ દ્વારા સ્થાપિત કરાયેલું આ સામુહિક મોડલ આજે આસપાસના અનેક ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે. #Morbi #MorbiNews #MorbiUpdate #NaturalFarming #PrakrutikKheti #OrganicFarming #FarmersOfMorbi #HealthyFood #Tankara #CowBasedFarming #Jabalpur