ટંકારા:ટંકારામા ગતરાત્રીના ફરી એક વાર પાંચ દુકાનોમા તસ્કરો ત્રાટકી શટર ઉચકાવી નાની-મોટી રકમની ચોરી કરી જતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ પંદર દિવસ પૂર્વે સાતમ-આઠમના તહેવારે તોડેલી દુકાનો તસ્કરોએ ફરી એકવાર તોડી સામાન વેર વિખેર કરી છુટક રૂ ની ચોરી કરી પોલીસ ને સિધો પડકાર ફેંક્યો છે. લતીપર ચોકડી પાસે ગતરાત્રીના શટર ઉચા કરી લાતીના લાકડા અને અંદર ના ત્રણ શટર તોડી નાખ્યા હતા પરંતુ કાઈ હાથ ન લાગતા સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. આ ઉપરાંત બારૈયા એગ્રો. જય અંબે વેલ્ડિંગ, લક્ષ્મી નારાયણ મોબાઇલ ,લાતીનુ કારખાનું અને શૈલેષ મિસ્ત્રીની દુકાન ને નિશાન બનાવી નિશાચરો ચોરી કરી જતા આ મામલે વેપારીઓ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9299,9298,9300']