મોરબી : મોરબી જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. ટંકારા વિધાનસભામાં મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે.આ અંગે ટંકારા ચૂંટણી અધિકારી દુદકિયાએ જણાવ્યું હતું કે ટંકારા વિધાનસભા વિસ્તારમાં મોકપોલ દરમિયાન બૂથમાં 1 BU, 4 CU અને 3 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા છે. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.