ટંકારા : ટંકારા પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધા બાદ ત્વરિત કાર્યવાહી કરી દારૂ વેચનાર બૂટલેગરને ઝડપી લઈ કુલ ૧૧ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મેધપર(ઝાલા)ગામ નજીકથી જબલપુરનો રહેવાસી જયંતી ટપુભાઈ કાસુન્દ્રા વિદેશી દારૂની ૨ બોટલ લઈને આવતા ટંકારા પોલીસે ઝડપી પાડીને વધુ પૂછપરછ કરતા તે જયપાલસિંહ વિક્રમસિંહ ઝાલાની વાડીએ થી લઇ આવ્યાની કબુલાત આપી હતી. આ કબૂલાતને પગલે ટંકારા પોલીસે મેઘપર ગામમાં દરોડો પડતા ત્યાંથી ૯ બોટલ દારૂ સાથે જયપાલસિંહને પણ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.