એક જ તારીખે જન્મ્યા અને એક જ તારીખે ફાની દુનિયા છોડીને ગયા ટંકારા : એક જ તારીખે જન્મ અને એક જ તારીખે મૃત્યુના અનેક કિસ્સાઓ હોય છે પરંતુ ઈશ્વરે બનાવેલી શ્રેષ્ઠ જોડી એક જ તારીખે જન્મી હોય અને એક જ તારીખે ફાની દુનિયા સજોડે છોડી હોય તેવી જવલ્લે જ જોવા મળતી દુઃખદ ઘટનામાં ટંકારા ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ ગૌતમભાઈ વામજાના પરિવારમાં બની છે આજે ગૌતમભાઈના માતા-પિતાએ ફાની દુનિયા એક સાથે છોડતા વામજા પરિવાર અને ટંકારામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ટંકારાના લજાઈ નિવાસી વલમજીભાઈ ગણેશભાઈ વામજા (ઉ.૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉ.૫૮) તે રામજીભાઈ. દામજીભાઈ. છગનભાઈના લધુબંધુ અને ઘનશ્યામાઈ, પરેશભાઈ,ગૌતમભાઈના માતુશ્રી અને પિતાશ્રીનુ આજે તા.૨૮ માર્ચને રવિવારે દુખદ અવસાન થયું છે વર્તમાન સ્થિતિને અનુલક્ષીને માત્ર ટેલીફોનિક બેસણું રાખેલ છે. ઘનશ્યામાઈ મો.૯૮૭૯૭૭૩૨૧૨, પરેશભાઈ મો.૯૯૦૯૬૨૩૮૫૨ તથા ગૌતમભાઈ મો.૯૬૮૭૨૭૦૬૬૫