એફ્પો સંસ્થા દ્વારા વિવિધ શાખાઓના કર્મચારીઓ વચ્ચે મનોરંજનના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ વાંકાનેર : BCI પ્રોજેક્ટ હેઠળ કાર્યરત એફ્પો સંસ્થાની વાંકાનેર ઓફીસ, થાનગઢ ઓફીસ, ચોટીલા ઓફીસ, ટંકારા ઓફીસના કર્મચારીઓ અને મેનેજરો વચ્ચે આત્મિયતા કેળવવાના હેતુથી તથા મનોરંજન ખાતર વાંકાનેરના હસનપર ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર નિતીન બંસલની અધ્યક્ષતામાં મેનેજર કિશનવાળા, ગુલાબભાઈ સિપાઈ, ચતુરભાઈ મકવાણા, વિપુલભાઈ ગાભણીયા, પ્રવિણભાઈ પટેલ, સોયબભાઈ પરાસરા સહીતના કાર્યકર્તાઓ વચ્ચે મેચ રમાઇ હતી. ઉલ્લેખનીય છે કે થાનગઢ અને ટંકારા ટીમ ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટંકારા ટીમ વિજેતા ઘોષિત થઇ હતી. હાલ જ્યારે કર્મચારી ઓફીસ કામમા વ્યસ્ત હોવાથી તણાવ અને શારીરિક તકલીફો પણ અનુભવે છે ત્યારે આ રીતે કર્મચારી સાથે સમય પસાર કરી આંનદ માણ્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274