સૂર્યદેવ ફરતે જોરદાર વર્તુળ (વરસાદની આગોતરી આભા) અને વર્તુળના અંતે આખું સપ્તરંગના લાજવાબ દ્રશ્યો જોવા મળ્યા ટંકારા : સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં રાત્રીના સમયે ચંદ્રમા ફરતે ઝર જોવા મળે છે પરંતુ આજે ટંકારાના આકાશમાં અનેરો નજારો જોવા મળ્યો હતો. જેમાં સૂર્ય ફરતે વર્તુળ રૂપે કળા જોવા મળી હતી આ કળાને ખેડૂતોએ શુકનિયાળ સંકેત ગણાવતા આગામી દિવસોમાં અનરાધાર વરસાદ વરસે એવુ અનુમાન કર્યુ છે. બરાબર આજે બપોરે બાર વાગ્યાના ટકોરે પાર્થ પટેલ ધરતી પેટ્રોલિયમ સરાયા વાળાએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા.વૈજ્ઞાનિકો આવી ધટના ને સન હેલ્લો ઈફેક્ટ કહે છે, જેમા આકાશમાં વધુ ધુળ કે કણો આકાશી ભેજ સાથે ભળે છે ત્યારે એ કાચના ટુકડા માફક બની જાય છે અને જ્યારે સુર્યના કિરણો આ કણોને ટકરાઈ છે ત્યારે બધી બાજુએ સપ્તરંગી આભા બની છે જેને સન હેલ્લો ઈફેક્ટ કહેવામાં આવે છે.આવો અદભુત નજારો જોવા મળતા અનુભવી ધરતીપુત્રો સારા વરસાદની આશા સેવી રહ્યા છે.