આરોપીએ નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી 7 હજારની લૂંટ ચલાવી હતીટંકારા : ટંકારા શહેરમાં થોડા દિવસ અગાઉ નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી સિક્યોરિટી ગાર્ડ પાસેથી રૂ. 7 હજારની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. લૂંટ, મારામારી અને ધમકી આપવાના ગુનામાં પકડાયેલા આરોપી મુન્ના આતંકને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.મળતી માહિતી મુજબ, ટંકારા શહેરના ભાગોળે મોમિન નગર પાસે નવા બની રહેલા એક બિલ્ડિંગના સ્થળ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાંધીગ્રામ રાજકોટના રહેવાસી અલફાઝ લધાણીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે ગત તા. 9 ના રાત્રિના પોણા 10 વાગ્યાના સુમારે કલ્યાણપર રોડ ઉપર આવેલ ખારા વિસ્તારમાં રહેતો હાજીશા ફકીર ઉર્ફે મુન્નો આંતક ત્યાં આવ્યો હતો. આરોપીએ બાંધકામ સાઈટના રૂમમાં બેઠેલા સિક્યોરિટી ગાર્ડને ડરાવી-ધમકાવી, બેફામ ગાળો આપી અને ઢિકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અંદાજે 7 હજાર રૂપિયાની રોકડ રકમ ઝૂંટવી લીધી હતી.આ ઘટના અંગે ટંકારા પોલીસે બીએનએસની કલમ 309(6), 115(2), 351(3), 352, 329(3) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં પીએસઆઇ જે કે રાણા અને તેમની ટીમે તપાસ ચલાવી આરોપીને પકડી પાડ્યો હતો. આ આરોપીને હવે કોર્ટના આદેશથી જેલ હવાલે કરવામાં આવ્યો છે.#MorbiUpdate #Tankara #CrimeNews #LootCase #MorbiPolice #TankaraNews #GujaratNews