ખેડૂતોના હિતમાં નીર્ણય લેવાની માંગ : આવેદન વખતે ૪૦થી વધુ આગેવાનોની ઉપસ્થિતિ ટંકારા : ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસ અગ્રણીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ગોધાણીએ મામલતદારને રજુઆતમાં જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણના લીધે રાજ્યના ખેડૂતો સહિત સમગ્ર પ્રજા ત્રસ્ત બનેલી છે. ખેડૂતો પાકવીમાં, વીજળી, ખેતપેદાશોના અપુરતા ભાવ સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છે. ત્યારે રાજ્ય સરકારે સત્વરે ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવાની જરૂર છે. વધુમાં જણાવ્યું કે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધીક કાનૂની જોગવાઈઓનો બેફામ દૂર પ્રયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે. આવેદન આપવા માટે જીલ્લા પંચાયતના અનિલ કામરીયા, વિનુભાઈ ડાગંર, પરેશ ઉજરીયા અને પિ. ડી. મસોત સહિત ૪૦ થી વધુ કાર્યકરો જોડાયા હતા.