ટંકારા : ટંકારા નજીકમાં વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી એક શખ્સ ભગાડી ગયાનો બનાવ સામે આવ્યો છે.જેમાં ટંકારા વિસ્તારમાં રહેતી સગીરાને ગત તા.૨૨/૧૨/૨૦૨૦ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામા આરોપી રણજીત ઉર્ફે અનમોલ બાલાપ્રસાદ કુસવા (રહે.મદઇ ગામ તા.મહેર જી.સતના-મધ્યપ્રદેશ) નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો.આ બનાવ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.