છતર નજીક સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગતા કાર અગનગોળો બની ગઈ ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર આજે બપોરે અચાનક જ છતર નજીક એક કારમા આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. બનાવની મળતી વિગતો મુજબ છતર નજીક એક સફેદ કલરની સ્કોર્પિયો કારમાં અચાનક જ આગ લાગી હતી. કારમાં લાગેલી આગ થોડી જ વારમાં સમગ્ર કારમાં ફેલાઈ જતા કાર અગનગોળો બની ગઈ હતી. આ ઘટનાના પગલે હાઇવે પર થોડી વાર અફડાતફડી મચી ગઇ હતી. જ્યારે આ ઘટનામાં કારમાં સવાર વસંતભાઈ ઉર્ફે હકાભાઈ મુંજાત. રહે હરિપર ને ઇજા પોહચતા સારવારમાં રાજકોટ ખસેડાયા છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10048,10049,10050,10051,10052']