સરદાર લેઉવા પાટીદાર સમાજ મહિલા સમિતિ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અનેરું આયોજન ટંકારા : તા.8ને સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ટંકારા ખાતે અનોખી ઉજવણી કરવા સરદાર લેઉવા પાટીદાર સમાજ મહિલા સમિતિ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અનેરું આયોજન કરી મહિલાઓને કેન્સર અને એનીમિયા જેવી બીમારી સામે રક્ષણ આપવા ગર્ભ રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સરદાર લેઉવા પાટીદાર સમાજ મહિલા સમિતિ ટંકારા દ્વારા સોમવારે તા. 8ને સોમવારે મહિલા દીવસે મહિલાઓને એનેમિયા તથા કેન્સર જેવા ગંભીર રોગોની સામે રક્ષણ મળે તે હેતુથી ગર્ભ રસીકરણનો કાર્યક્રમ શૈક્ષણિક સંકુલ ખાતે રાખેલ છે સવારે 8થી11 દરમિયાન રસીકરણ કાર્યક્રમમાં 9થી42 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. 9થી 14વર્ષના બહેનો માટે 2 ડોઝ અને 15થી 42વર્ષના બહેનો માટે 3 ડોઝ આપવામાં આવશે, નોંધનીય છે કે બજારમાં આ 1ડોઝનાં રૂ.3500 વસુલ કરવામાં આવે છે પરંતુ આ ખાસ ઝુંબેશમાં અહી માત્ર રૂપિયા 1900માં રસી મુકવામાં આવશે આ રસી રાજકોટના ખ્યાતનામ કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટીના ડો. ખુશ્બુ ઝાલાવડીયા (ગાયનેકોલોજિસ્ટ) દ્વારા મુકવામાં આવશે જેથી એનેમિયા તથા કેન્સરની જેવા ગંભીર રોગો સામે રક્ષણ માટે આ રસી મુકવવા અનુરોધ કરાયો છે આ કાર્યક્રમમાં ડોકટર્સ દ્વારા બહેનોને અન્ય માહિતી પણ પુરી પાડવામાં આવશે. રસીકરણ માટે રસીલાબેન દુબરિયા મો. 9510752417, ઈલાબેન ભાગીયા મો. 9998260085, તેમજ દર્શનાબેન ડાકા મો. 7575861944 ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા સરદાર લેઉવા પાટીદાર સમાજ મહિલા સમિતિ ટંકારા દ્વારા અનુરોધ કરાયો છે.