ટંકારા : ટંકારાના નાના ખીજડીયા ગામના રહેવાસી વિરલ અવચરભાઈ પટેલ નામના યુવાનના લગ્ન મતદાન ના દિવસે નિર્ધાર્યા હોય યુવાને આજે નવજીવનની શરૂઆત કરી હતી જોકે જાગૃત યુવાન લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજતા હોય જેથી લગ્નની વિધિ પતાવીને તુરંત તેઓ મતદાન મથકે પહોંચી ગયા હતા અને મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી આ પ્રસંગે ગામના સરપંચ ફિરોઝભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વરરાજાએ મતદાન કરીને લોકશાહીને દીપાવી હતી ત્યારે તેને અભિનંદન પાઠવ્યા હતા. એવી જ રીતે જાન જ્યા ગઈ હતી તે પનારા પારુલબેન કેશવજી ભાઈ. જશાપર.જોડીયા એ લગ્ન ના ફેરા ફરી વિદાય લેવા ની ધડી એ જ્યારે નવુ ધર અને સરનામું બદલાવી દે છે એ કન્યા એ મતદાન ની ફરજ ને સમજી બુથ સુધી પહોંચી મતદાન કર્યું હતું પછી જાન રવાનાં થઈ હતી. આમ બન્ને પોત પોતાના ગામમાં લગ્ન પ્રસંગ વચ્ચે લોકશાહી નો ઉત્સવ પણ ઉજવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news