ટંકારા : રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ગઈકાલે પ્રભુ શ્રી રામના નિજમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ આજે તા.23 જાન્યુઆરીથી જાહેર જનતા માટે મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા છે ત્યારે ટંકારાના વતની અને હાલમાં સુરત સ્થાયી થયેલા ઉદ્યોગપતિ અને શ્રી શ્રી રવિશંકર મહારાજના અનન્ય શિષ્ય એવા પ્રકાશભાઈ ધોરિયાણીને રામલલ્લાની પ્રથમ શૃંગાર-જાગરણ આરતીનો લ્હાવો મળ્યો હતો.ટંકારાના ઘેટીયા વાસમાં રહેતા અને હાલમાં સુરત સ્થાયી થયેલા ઉદ્યોગપતિ પ્રકાશ હિરાભાઈ ધોરીયાણી શ્રી શ્રી રવિશંકર મહારાજના અનન્ય શિષ્ય હોય તેમને અયોધ્યા તરફથી આમંત્રણ મળતા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ આજે વહેલી સવારે રામલલ્લાની પ્રથમ શૃંગાર-જાગરણ આરતીનો લ્હાવો મળ્યો હતો. આ તકે તેઓએ અયોધ્યાનો નઝારો અને ભાવના, લાગણી શબ્દોમાં વર્ણવી ન શકાય તેમ જણાવી ખુબ જભાવુક બની પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. હાલમાં ટંકારા ખાતે રહેતા પ્રકાશભાઈના ભાઈ વાસુભાઈએ જણાવ્યું હતું કે, પ્રકાશભાઈ શ્રી શ્રી રવિશંકર મહારાજના અનન્ય શિષ્ય હોય ગુરૂદેવ સાથે જ મહામહોત્સવમા પહોચ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી આરતીનો લાભ લીધો હતો.