ટંકારા : આજે ડો. બાબાસાહેબની 134મી જન્મ જયંતી નિમિત્તે ટંકારામાં શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભાજપની ટીમ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રેલીમાં ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપ મહિલા મોરચાના સોનલબેન બારૈયા, રંજનબેન મેરા, હર્ષિદાબેન અગ્રાવત, ગીતાબેન રાઠોડ, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, ટંકારા તાલુકા સંગઠનના કિરીટભાઈ અંદરપા, ગણેશભાઈ નમેરા, રૂપસિંહ ઝાલા, દિનેશભાઈ વાધરિયા, હસમુખભાઈ દુબરીયા, સંજયભાઈ ભાગિયા, ભાવિનભાઈ સેજપાલ, પ્રભુભાઈ કામરીયા, રસિકભાઈ દુબરીયા સહિતનાઓએ હાજરી આપી હતી.