કારોબારી માટે ધણા મહીનાઓ પછી ટંકારા આવેલા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ તેમના મતદારોને મળ્યા પણ ન હતા અને લોક સમસ્યા જાણવાની વાતથી પણ દુર રહયા હતા. ટંકારા : મોરબી જીલ્લા ભાજપની કારોબારી સમિતિની બેઠક ટંકારા ખાતે યોજાઈ હતી જેમાં નવા સંગઠન માળખાની જાહેરાત કરી પ્રમુખ તરીકે ફરી એકવાર નથુભાઈ કડીવારની નિમણુંક કરવામાં આવી હતી. જો કે અગાઉ પણ નથુભાઈએ વિવાદને પગલે પ્રમુખપદ જતું કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા - જામનગર રોડ પર આવેલા પ્રભુ ચરણ આશ્રમ ખાતે મોરબી જીલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી જેમા ટંકારા તાલુકા ભાજપના નવા હોદેદારો ની નિમણુંક કરવામાં આવી હતી જેમા પ્રમુખ તરીકે નથુભાઈ કડીવાર ની નિમણુંક કરી હતી. જોકે આ પહેલા પણ પ્રમુખ તરીકે તેમની વરણી થઈ ગયા બાદ આતરીક કારણોસર પદ જતું કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, નથુભાઈ તાલુકા પંચાયતના પૂર્વ મહીલા પ્રમુખના પતિ છે અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જો કે નવી ટતાં માટે તેઓ ફરી પ્રમુખપદે મુકાતા ટંકારા તાલુકામાં નબળું પડેલું ભાજપ પુનઃ મજબૂત બને તેમ હોવાનું મનાય રહ્યું છે. દરમિયાન ભાજપની કારોબારીમાં ટંકારાના પુર્વ ધારાસભ્ય અને હાલના રાજકોટ સાંસદ મોહનભાઈ કુડારીયા પણ હાજર રહ્યા હતા અને નવી સમીતિને શુભેચ્છા પાઠવી તમામ કાર્યકરોને મિશન ૨૦૧૯ માટે કમર કસી લેવા અનુરોધ કરી સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા ટકોર કરી હતી. જો કે ધણા મહીનાઓ પછી ટંકારા આવેલા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ તેમના મતદારોને મળ્યા પણ ન હતા અને લોક સમસ્યા જાણવાની વાતથી પણ દુર રહયા હતા. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રધુભાઈ ગડારા પુર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા, પ્રભુભાઈ પનારા, દુર્લભજીભાઈ દેથરીયા, જયોતિસિંહ જાડેજા, ટંકારાના આગેવાનોમાં કેશુભાઈ રૈયાણી, સંજય ભાગિયા, ભાવિન સેજપાલ યુવા પાખના બેચર ધોડાસરા સહીત તમામ નાના મોટા હોદેદારો હાજર રહ્યા હતા.