ટંકારા : તાલુકાના લજાઈ ચોકડી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરની ઠોકરે ચડેલા બાઇક ચાલક વૃદ્ધનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માત બાબતે મૃતકના પુત્રએ ટંકારા પો.મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ આદરી છે. લજાઈના વૃંદાવન ધામ હાઈસ્કૂલ સામે નવા પ્લોટમાં રહેતા 40 વર્ષીય દીદારઅલી બહાદુરઅલી રૈયાણીએ ટંકારા પો.સ્ટે.માં ફરિયાદ લખાવી છે કે તેમના પિતા બહાદુરઅલી 8 તારીખે સાંજે 6 વાગ્યે લજાઈ ચોકડી નજીકથી તેઓના ટીવીએસ વિકટર મોટરસાયકલ નંબર GJ 36 E 3479 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરના ટાટા કંપનીના ડમ્પરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. અકસ્માતમાં તેના પિતાને જમણી સાઈડના પડખામાં ફ્રેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ટંકારા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. પી.જે.પરમારે અકસ્માત સર્જીને નાસી જનાર ડ્રાઇવરને ઝડપી પાડવા તજવીજ આદરી છે.