ટંકારા : ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીક બાઇક પર વિદેશી દારૂની ૨૩ બોટલ લઈ જતા રાજકોટના શખ્સને ટંકારા પોલીસે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીક ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્યાંથી પસાર થતા હીરો હોન્ડા બાઈક શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા વિદેશી દારૂ બોટલ નંગ-૨૩ કીમત રૂ.૨૩૦૦ અને બાઈક કીમત રૂ.૨૫૦૦૦ એમ કુલ મુદામાલ ૨૭૩૦૦ સાથે રાજકોટ ગણેશનગર શેરી-૧૦માં રહેતા મહેબુબ કરીમભાઈ કચરોટીયા (ઉ.૨૧) ને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.