જોકે ડેમ સહી સલામત : લોકોને અફવાઓથી સાવધાન રહેવા અપીલ ટંકારા તાલુકામાં બંગાવડી ડેમમાં અમુક જગ્યાએ ગાબડાં પડવાની ઘટનાથી ડેમ તૂટવાની દહેશત ફેલાઈ હતી. જોકે આ બાબતે તંત્ર દ્વારા સર્વે હાથ ધરી ડેમને કોઈ જ નુકશાન ન થયાનું જણાવી બંગાવડી ડેમ સહી સલામત હોવાનું જણાવ્યું હતું. ટંકારા પંથકમાં શનિવારે આવેલા ભારે વરસાદમાં બંગાવડી ડેમ ઓવેર ફ્લો થઇ ગયો હતો. ત્યારે આ ડેમમાં અમુક જગ્યાએ ગાબડાં પડી જવાથી અને ડેમનાં કેટલાંક પથ્થરો થોડા ખસ્યા હતા. જેથી ડેમની સલામતી બાબતે દહેશત ફેલાતા મોરબી તંત્ર બંગાવડી દોડી ગયું હતું અને ગાંધીનગરથી એક ટિમ પણ હાજર થઈ ચૂકી હતી. આ અંગે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી ડેમની સ્થિતનો સર્વે કર્યો હતો. જેમાં બંગાવડી ડેમ એકદમ સહી સલામત હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા મોરબી જિલ્લાવાસીઓને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લાનાં એક પણ ડેમ તૂટે તેવી કોઈ શક્યતા નથી આથી લોકો ગભરાય નહી અને અફવાઓ પર ધ્યાન ન આપે તેવી મોરબી અપડેટ અપીલ કરે છે. [gallery size='large' td_select_gallery_slide='slide' td_gallery_title_input='ફોટો : જયેશ ભટાસણા ' ids='5370,5371,5372,5373,5374,5375,5376,5377']