ટંકારા : એટ્રોસિટી એકટ ૧૯૮૯ અંતર્ગત ચાલતા કેસમાં સુપ્રીમ કૉર્ટે જે ચુકાદો આપ્યો છે તેને રદ કરવાની માંગ સાથે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને સમર્થન આપવા ટંકારામાં દલિત આગેવાનોએ રોડ ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કરી વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી હતી. એસસી એસટી એકટ અંગે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. ત્યારે ટંકારા તાલુકાએ સજ્જડ બંધ પાડીને ભારત બંધને સમર્થન આપ્યું હતું. દલિત સમાજ દ્વારા રોડ ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે ટંકારાની દુકાનોને બંધ કરી વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી હતી. દલિત આગેવાનો નાગજીભાઈ ચૌહાણ, હસમુખભાઈ સોલંકી, વેલજીભાઈ શેખવા, ચેરમેન મહેશભાઈ, સરપંચ વશરામભાઈ, રાજાભાઈ, મુકેશભાઈ પરમાર, રામજીભાઈ અને મનસુખભાઇ ચૌહાણ વગેરેએ ભારત બંધને સમર્થન આપ્યું હતું.